તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
કેશોદના ખમીદાણા ઘેડ વિસ્તારમાં મેઘમહેર : ખેડૂતોમાં ખુશીનો માહોલ

ખમીદાણા ઘેડ, તા. ૩ : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ઘેળ પંથકમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સારા વરસાદથી ખેતરો તરબોળ થતાં ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. મગફળી, કપાસ અને સોયાબીનના પાકને આ વરસાદથી નવું જીવન મળશે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી.
ખેડૂતોએ જણાવ્યું છે કે, વરસાદ ખેતી માટે ખૂબ જ સારો છે ભગવાને ખેડૂતોની સાંભળી લીધી છે.
આ વિસ્તારમાં મોટાભાગે ખરીફ પાકનું વાવેતર થાય છે. સમયસરના આ વરસાદથી હવે વાવણીની કામગીરીને વેગ મળશે અને ખેડૂતો નિરાંતે ખેતી કાર્ય કરી શકશે.
સમગ્ર ઘેડ વિસ્તારમાં વરસાદી માહોલ જામતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.(ભરત બારીયા-ખમીદાણા)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
