News of Monday, 6th July 2026
અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત :દામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા:ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત છે! મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ધરતીપુત્રોમાં આનંદની લહેરની સાથે જિલ્લામાં ઠેર-ઠેર જળબંબાકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. દામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
