તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Wednesday, 1st July 2026
સાવરકુંડલા તાલુકાના વંડા સહિત આજુબાજુના ગામોમાં મેઘમહેરઃ ધરતીપુત્રોમાં ખુશીની લહેર
વંડા ગામ અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદઃ ખેડૂતોમાં હરખ, ખરીફ પાકને જીવતદાન મળશે

મોટીપાનેલ-સાવરકુંડલા, તા. ૧: સાવરકુંડલા તાલુકાના વંડા ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વંડા, પીપરડી, ખડસલી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો.
છેલ્લા કેટલાક દિવસથી વરાપ નીકળ્યા બાદ પડેલા આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ખરીફ વાવણી કરી ચૂકેલા ખેડૂતોને પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ બનશે. કપાસ, મગફળી, બાજરી જેવા પાકોને નવજીવન મળશે.
વંડા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે વાવણી બાદ વરસાદ ખેંચાતા ચિંતા હતી, પરંતુ આજના વરસાદથી પાક બચી જશે. ગામના તળાવ, ચેકડેમોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ સાવરકુંડલા પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.(ચંદ્રેશ હિરાણી-મોટીપાનેલી)(
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
