<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસા પહેલા વાદળા છવાયાઃ અનેક જગ્‍યાએ વરસાદ પડયો

જો કે સવારથી ઉકળાટ યથાવતઃ સાયલા-સુરેન્‍દ્રનગર-વઢવાણ-રતનપર સહિતના શહેરોમાં વરસાદ પડતા વિજળી ગુલ

સુરેન્‍દ્રનગર જીલ્લામાં કરા સાથે પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : ફઝલ ચૌહાણ-વઢવાણ) (પ-૧૩)

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાના આગમન પહેલા વાદળા છવાઇ ગયા છે આવા વાતાવરણ વચ્‍ચે અસહ્ય ઉકળાટ યથાવત છે.

ગઇકાલે જામનગર, અમરેલી, સુરેન્‍દ્રનગર, રાજકોટ જીલ્લાના અનેક વિસ્‍તારોમાં કરા સાથે વરસાદ પડયો હતો.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. સુરેન્‍દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. એક સમયે જિલ્લાનું તાપમાન ૪૩ ડિગ્રી નજીક પહોંચી ગયું હતું, પરંતુ વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે માવઠાના વરસાદ બાદ બફારો પણ અનુભવાઈ રહ્યો છે. 

સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદમાં જ લાઈટો ગુલ થઈ જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે સ્‍થાનિક લોકોને વરસાદી વાતાવરણમાં અંધારામાં રહેવા માટે મજબૂર બનવું પડ્‍યું છે. શહેરના અજરામાં ટાવર ચોક, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના વિસ્‍તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. 

બીજી તરફ સાયલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્‍ટ્રી કરી છે. રાત્રે ૮ થી ૧૨ વાગ્‍યા સુધીમાં એટલે કે ૪ કલાકમાં જ ૨.૫ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. સાયલા સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્‍યો હતો. ઝાલાવાડના માલવણ હાઈવે પર સાંજે ભારે પવન સાથે વરસાદી કરા પડ્‍યા હતા. ભારે પવનના લીધે હાઈવે પર આવેલ દુકાનોની ખુરશીઓ ઉડવા લાગી હતી. અમદાવાદ-કચ્‍છ હાઈવે પર દોડતા વાહનોની રફતાર પણ ધીમી પડી હતી. 

આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયો છે. ખેડૂતોએ આગોતરા પાકોનું વાવેતર કર્યું હોવાથી આ વરસાદને ચોખ્‍ખો ફાયદો ગણાવી રહ્યા છે. જગતનો તાત પણ ખુશ છે. ભલે માવઠાનો વરસાદ છે પરંતુ નુકસાનકારક વરસાદ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છે અને નવા પાકની તૈયારી શરૂ કરી દીધી છે. 

બીજી તરફ સુરેન્‍દ્રનગરમાં માત્ર એક ઇંચ વરસાદે જ મહાનગરપાલિકાની ઙ્ઘિ-મોન્‍સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરની ૩૦થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોએ મનપામાં પહોંચીને હોબાળો મચાવ્‍યો હતો. વાતાવરણમાં પલટો આવતા હાલ સુરેન્‍દ્રનગર શહેરમાં પણ પવન અને કાળા ડીબાંગ વાદળો સાથે મેઘગર્જના થઈ રહી છે અને રાત્રે ફરી વરસાદ વરસે તેવી શકયતા છે. હવામાન વિભાગે પણ સુરેન્‍દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી, લઘુતમ ર૮.પ, ડીગ્રી, ભેજ ૭૬ ટકા અને પવનની ઝડપ ૧ર.૧ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.

(10:59 AM IST)