તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
કેશોદ વિસ્તારમાં ૩૦ ઇંચ વરસ્યા બાદ મેઘ વિરામ
છેલ્લા બે દિવસથી ધૂપ- છાવ જેવા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી છાંટણા વરસી જાય છે

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૬: અત્રે ગત તારીખ ૧ થી ૩ દરમિયાન સતત ત્રણ દિવસમાં સીઝનનો સૌપ્રથમ કુલ ૩૦ ઇંચ જેવો વરસાદ વરસ્યા બાદ ધૂપ-છાવ જેવા વાતાવરણ વચ્ચે મેધ વિરામ જણાયેલ છે. જોકે,આ સ્થિતિ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૮ મી.મી. જેવો વરસાદ વરસી ગયેલ છે.
ગત શુક્રવારના રોજ રાત્રીના આઠ વાગ્યા બાદ વરસાદ શાંત થયેલ હતો. છેલ્લા બે દિવસથી નિકળેલ વરાપ વચ્ચે પણ સમયાંતરે વરસાદી છાંટાણા વરસી જતા હોય, સામાન્ય રીતે વાતાવરણ ધૂપ -છાવ જેવુ રહેવા છે. છેલ્લા બે દિવસમાં કોઈ નોંધ પાત્ર વરસાદ થવા પામેલ નથી.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
