તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 23rd September 2026
સેવા સંકલ્પ અભિયાન” ની ઉજવણી અંતર્ગત ભાવનગરની સર્વોત્તમ ડેરી દ્વારા સફાઈ ઝુંબેશ
લોકોપયોગી કાર્ય કરી રાષ્ટ્રના કાર્યમાં મદદરૂપ થઇ સર્વોત્તમ ડેરી દ્વારા છેવાડાના માનવીને વિકાસકાર્યમાં જોતરી તેનો વિકાસ કરવાની તેમની હંમેશ માટેની નેમ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: હાલ રાજ્ય સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી વિશેષ "સેવા સંકલ્પ અભિયાન” ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સર્વોત્તમ ડેરી ખાતે “સેવા સંકલ્પ અભિયાન” ની ઉજવણી અંતર્ગત સંઘનાં સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી તથા કર્મચારીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતી સાથે આજરોજ તા. ૨૩/૯/૨૦૨૬ના રોજ સર્વોત્તમ ડેરીના આંતરિક પરિસરમાં તેમજ સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત જિલ્લાની તમામ દૂધ મંડળીઓના કર્મચારીઓ દ્વારા પણ સર્વગ્રાહી સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવ્યો.
સામુહિક શ્રમદાન દ્વારા “સ્વચ્છ ભારત સુંદર ભારત” ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અભિયાન દરમિયાન ડેરી પરિસરમાં સૌએ સાથે મળીને શ્રમદાન કરી સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સર્વોત્તમ ડેરી પરિવારે સ્વચ્છતા માત્ર એક અભિયાન નહીં, પરંતુ સૌની સામૂહિક જવાબદારી હોવાનો સંદેશ આપ્યો હતો.આમ સર્વોત્તમ ડેરી હમેશા રાષ્ટ્રીય સામાજિક તેમજ લોકોપયોગી કાર્યમાં હંમેશા અગ્રેસર હોય છે. લોકોપયોગી કાર્ય કરી રાષ્ટ્રના કાર્યમાં મદદરૂપ થઇ સર્વોત્તમ ડેરી દ્વારા છેવાડાના માનવીને વિકાસકાર્યમાં જોતરી તેનો વિકાસ કરવાની તેમની હંમેશ માટેની નેમ રહેલ છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
