તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
જામનગરની આયુર્વેદિક કોલોનીમાં સીટી ‘બી’ ડિવિઝન પોલીસનો સપાટો : રહેણાંક મકાનમાંથી રૂ. ૨.૧૩ લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ખાનગી હકીકતના આધારે રેડ પાડી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની ૧૨૫ નંગ બોટલો અને ૧૭૨ નંગ ચપલા કબજે કર્યા : દારૂનું નેટવર્ક ચલાવતી આશાબા ઉર્ફે આશુબા સોઢા નામની મહિલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર :જામનગર જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા સતત કડક ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય (IPS) તેમજ જામનગર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) અને નાયબ પોલીસ અધીક્ષક જે.એન.ઝલા દ્વારા પ્રોહિબિશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશો અન્વયે સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી.રાજ તથા સ્ટાફના માણસો પોતાના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતા.
બાતમીના આધારે બ્લોક નં. ૧૬માં દરોડો પાડવામાં આવ્યો:
પોલીસ સ્ટાફની પેટ્રોલિંગની આ કામગીરી દરમિયાન સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના અજયસિંહ એમ.ઝાલા, જયપાલસિંહ કનકસિંહ જાડેજા તથા જયદિપસિંહ અમરસિંહ જાડેજાને એક ચોક્કસ ખાનગી હકીકત (બાતમી) મળી હતી. આ બાતમીમાં જણાવાયું હતું કે જામનગર શહેરમાં આવેલી આયુર્વેદિક કોલોનીના સી-બ્લોક નંબર ૧૬માં રહેતા આશાબા ઉર્ફે આશુબા અનિરૂધ્ધસિંહ સોઢા નામના મહિલાએ પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાખેલો છે. આ સચોટ માહિતીના આધારે પોલીસની ટીમે આયુર્વેદિક કોલોનીના નિર્દિષ્ટ મકાનમાં તાત્કાલિક દરોડો પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
કુલ ૨૯૭ નંગ નાની-મોટી બોટલોનો મુદ્દામાલ જપ્ત:
પોલીસ દ્વારા કરાયેલી આ રેડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ઇંગ્લિશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૧૨૫ નંગ બોટલો (જેની કિંમત રૂ. ૧,૫૩,૬૦૦/-) તેમજ દારૂના ૧૭૨ નંગ ચપલા (જેની કિંમત રૂ. ૬૦,૨૦૦/-) કબજે કર્યા હતા. આમ, પોલીસે કુલ મળીને ૨૯૭ નંગ નાની-મોટી બોટલો સહિત કુલ રૂ. ૨,૧૩,૮૦૦/- ની કિંમતનો તમામ પ્રોહિબિશનલ મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ વનરાજસિંહ જાડેજાએ ફરિયાદ રિપોર્ટ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી.રાજ દ્વારા પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દારૂનો જથ્થો છુપાવનાર મહિલા આરોપીને પકડવા તજવીજ શરૂ:
આયુર્વેદિક કોલોનીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો આ જથ્થો રાખનાર મુખ્ય મહિલા આરોપી આશાબા ઉર્ફે આશુબા અનિરૂધ્ધસિંહ સોઢા રેડ દરમિયાન હાજર ન મળી આવતા પોલીસ દ્વારા તેમને પકડવાની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે.
આ સફળ કામગીરી સીટી ‘બી’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી.રાજ, એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રાજેશભાઈ વેગડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઈ પરમાર, દશરથસિંહ પરમાર, જયપાલસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, સાજીદભાઈ બેલીમ, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, રવિકાંતભાઈ રાઠોડ અને કપિલભાઈ ગુજરીયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
