તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ચોટીલા પ્રાંત અધિકારીની ટીમના હાઇવે પરની હોટલોમાં દરોડા :વધુ રૂપિયા વસુલતા હોટલ માલિકોને 50 હજારનો દંડ ફટકાર્યો
હાઇવે પરની 47 હોટલો પર તપાસ કરી: હોટલ શ્રીકૃષ્ણા, હોટલ રાજ રાજેશ્વરી, હોટલ રાજમહેલ, હોટલ આશાપુરા, હોટલ બશીમાં ગ્રાહકો પાસેથી MRP કરતા વધુ ભાવ વસુલાતા હોય દંડ ફટકાર્યો

સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે ચોટીલા હાઇવે પરની હોટલો પર રેડ કરી નિર્ધારીત ભાવ કરતા વધુ રૂપીયા વસુલતા હોટલ માલિકો સામે પગલા ભરી 50 હજારનો દંડ ફટકાર્યો. ચોટીલા યાત્રાધામ હોવાથી રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ચોટીલા આવતા હોઇ છે. ત્યારે અમુક હોટલ ધારકો યાત્રાળુઓ પાસેથી દરેક વસ્તુઓના ભાવ કરતા વધુ રકમ વસુલી યાત્રાળુઓને લુટતા હતા. જેની અનેક ફરીયાદો પ્રાત અધિકારીની કચેરીમાં મળી હતી. જેથી પ્રાત અધિકારીની ટીમ એ હાઇવે પરની 47 હોટલો પર તપાસ હાથ ધરતા તેમાથી હાઇવે પરની હોટલ શ્રીકૃષ્ણા, હોટલ રાજ રાજેશ્વરી, હોટલ રાજમહેલ, હોટલ આશાપુરા, હોટલ બશીમાં ગ્રાહકો પાસેથી MRP કરતા વધુ ભાવ વસુલવામાં આવતા હતા. જેથી પ્રાત અધિકારીની ટીમ એ હોટલ માલીકોને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
