<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

પાંજવાણી ગામની સીમમાં ચોટીલા પોલીસનો દરોડો

સરકારી ખરાબાની જમીનમાં જુગારધામ ચાલતું હોવાનો ધડાકોઃ ૧ર ઝડપાયા

વઢવાણઃ તા.૩૦,  સુરેન્‍દ્રનગરના ગ્રામીણ વિસ્‍તારોમાં અન્‍ય જિલ્લાઓમાંથી પણ જુગાર રમવા માટે  જુગારીઓ આવી રહ્યા છે ત્‍યારે હવે સુરેન્‍દ્રનગર પોલીસ દ્વારા જુગારના અખાડાઓ બંધ કરાવવા અને તેના ઉપર દરોડા પાડવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્‍યારે  ચોટીલાના ઝરીયા મહાદેવ તરફ આવેલા નાળવાળા પીરની દરગાહ વાળા રસ્‍તા ઉપર આવેલી પંજવાણી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીન ઉપર ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્‍યા છે.

દરોડા દરમિયાન  જેમાં હરેશભાઈ ધરમશીભાઈ સુરેલા રહે પાંજવાણી અજયભાઈ મહેશભાઈ ચુડાસમા રહે ચોટીલા ધર્મેશભાઈ રામજીભાઈ જાદવાણી રહે ચોટીલા સંજયભાઈ હરજીભાઈ અઘારા રહે પાંચવાણી દિલીપભાઈ અમળતભાઈ મકવાણા રહે થાનગઢ ચિરાગભાઈ વિરજીભાઈ સુરેલા રહે ચોટીલા સુરેશભાઈ વાલજીભાઈ શેટાણીયા દરેક ખાખરાળી અરવિંદભાઈ રમેશભાઈ સુરેલા રહે પાંજવાણી રાજેશભાઈ ધીરુભાઈ ગાડલીયા રહે તરકીયા વાંકાનેર ઉદયકુમાર ભુપતભાઈ શેટાણીયા રહે થાનગઢ જનકભાઈ વાલજીભાઈ રહે થાનગઢ વાળા ની ધરપકડ કરવામાં આવી છે.

તમામ ઇસમો છે તે દોલુભાઈ રવજીભાઈ કોડિયાની વાડી પાસે   જુગાર રમી રહ્યા હતા આ અંગે ૧.૬૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

(10:52 AM IST)