News of Thursday, 25th June 2026
શાળા પ્રવેશોત્સવમાં સ્વાગત બાદ બાળકોનો ઉત્સાહ-આત્મવિશ્વાસ બેવડાય છે : અર્જુનભાઇ
પોરબંદરની પીએમ નવાપરા પ્રાથમિક શાળામાં કેબીનેટ મંત્રી અર્જૂનભાઇની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંપન્નઃ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશો આપ્યો

પોરબંદરઃતા.ર૪, રાજ્ય સરકારના ‘‘દરેક બાળક શિક્ષિત બને''ના સંકલ્પને સાકાર કરવા સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત પોરબંદરના છાયા સ્થિત પીએમ શ્રી નવાપરાપ્રાથમિક શાળામાં યોજાયો હતો. શાળાના આંગણે નવપ્રવેશી બાળકોના ચહેરા પર ખુશી અને વાલીઓની આંખોમાં ઝળહળતો ગર્વ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના મહાનુભાવોએ નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરીને તેમના શૈક્ષણિક જીવનની નવી સફરને શુભકામનાઓ પાઠવી હતી. અને જણાવેલ કે શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાગત બાદ બાળકોનો ઉત્સાહ- આત્મવિશ્વાસ બેવડાય જાય છે.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સાંસ્કળતિક અને રમતગમત સ્પર્ધાઓમાં શ્રેષ્ઠપ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન મેળવનાર વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ગૌરવની બની રહી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ માટે તેપ્રેરણારૂપ બની હતી.
વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ શાળામાં અને આંગણવાડીમાંપ્રથમ વખતપ્રવેશ મેળવી રહેલા તમામ ભૂલકાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઈશ્વરનેપ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આ બાળકો શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને માત્ર શાળાનું જ નહીં, પરંતુ પોતાના પરિવાર, ગામ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા નાગરિક બને.
અર્જૂનભાઇઅ જણાવ્યું કે શાળાપ્રવેશોત્સવ એ કોઈ સામાન્યપ્રક્રિયા નથી, પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ હેઠળ શરૂ થયેલી એક એવી યોજના છે જેણે બાળકોના જીવનના આપ્રથમ પગથિયાને એક મોટા ઉત્સવમાં ફેરવી દીધો છે. જ્યારે શાળામાં ગામના આગેવાનો, અધિકારીઓ અને પરિવારના સભ્યો આવીને બાળકનું સ્વાગત કરે છે, ત્યારે બાળકનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બેવડાઈ જાય છે. આ જ કારણ છે કે આજે રાજ્યમાં શાળાપ્રવેશોત્સવ ૧૦૦્રુ સફળ રહ્યો છે અને એક પણ બાળક શાળામાંપ્રવેશ વગર વંચિત રહેતું નથી.
મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવું પૂરતું નથી. તેમને નાનપણથી જ પર્યાવરણનું જ્ઞાન, ટ્રાફિકના નિયમો (જેમ કે કઈ બાજુ ચાલવું, ફૂટપાથનો ઉપયોગ કરવો વગેરે), પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને સ્વચ્છતા જાળવવી જેવા પાયાના સંસ્કારો આપવા ખૂબ જ જરૂરી છે. શાળા એ એક એવું માધ્યમ છે જ્યાં બાળક આ તમામ બાબતો ખૂબ સરળતાથી શીખી શકે છે.
પી.એમ.શ્રી નવાપરાપ્રાથમિક શાળા છાયામાં ૫૬૦થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે અને ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ ભવિષ્યના ધ્યેય સાથે બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. શાળામાં અનુભવી અને નિષ્ણાત કાયમી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અહીં દરેક વર્ગખંડ સ્માર્ટ ટીવી અને સીસીટીવી કેમેરાથી સજ્જ આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ છે. શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્કૂલ બેગ અને કલા-કીટ સહિતની તમામ શૈક્ષણિક સામગ્રી મફત આપવામાં આવે છે.
બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી પરેશભાઈ પુષ્પકર્ણી દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની પ્રસ્તાવના રજૂ કરીનેપ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમજ શાળાના આચાર્ય શ્રી હિરલબેન દાસાએ કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે દાતાશ્રીઓનું સન્માન કરીને ટ્રાફિક જાગળતિના શપથ લઈને મંત્રીશ્રી સહિતના મહાનુભાવો શાળાપ્રાંગણમાં વળક્ષારોપણ કર્યું હતું.
મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, કોર્પોરેટર પ્રતાપભાઈ ઓડેદરા, આગેવાન નવઘણભાઈ રાતીયા, કમલેશભાઈ રાણીંગા, અર્જુનભાઈ બળેજા સહિત શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
