News of Wednesday, 25th November 2026
બાળકે રમતાં દિવાસળી ફેંકતા ખોયુ સળગ્યું: ૧ાા માસનો બાળક દાઝ્યો
ટંકારાના નશીતપર ગામમાં બનાવ

રાજકોટ તા. ૨૫: ટંકારાના નશીતપરમાં ભરતભાઇની વાડીમાં રહી મજુરી કરતાં મુળ મધ્યપ્રદશેના જયેશભાઇ ડોડવાનો નવજાત દિકરો વિકાસ (ઉ.૧ાા મહિનો) ઘોડીયામાં સુતો હતો ત્યારે તેના તથા તેની પાટલા સાસુના છોકરાઓ રમતાં હોઇ એ દરમિયાન કોઇ ટાબરીયાએ રમત રમતમાં દિવાસળી સળગાવી ઘા કરતાં એક દિવાસળી વિકાસ સુતો હતો એ ઘોડીયાના ખોયામાં પડતાં ખોયુ સળગતાં આ નવજાત બાળક દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ટંકારા પોલીસને જાણ કરાઇ હતી. વિકાસ એક બહેનથી નાનો છે. ત્રણ ચાર છોકરા રમતાં હતાં તેમાંથી કોણે દિવાસળી ફેંકી તેની પરિવારજનોને ખબર નથી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
