તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
વઢવાણના વડોદ ડેમ ખાતે આવનારા મુખ્યમંત્રી

વઢવાણ તા.૨૧: તાલુકાના વડોદ ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંભવિત પ્રવાસને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રીનો આ પ્રવાસ યોજાઈ શકે છે.
આ તૈયારીઓના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકીએ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વડોદ ડેમની સ્થળ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન, કલેક્ટરે કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, સુરક્ષા, વાહન વ્યવસ્થા, સ્વચ્છતા, બેરિકેડિંગ, ર્પાકિંગ અને અન્ય જરૂરી સુવિધાઓની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને તમામ તૈયારીઓ સમયસર અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન કોઈ અગવડતા ન સર્જાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવી કામગીરી કરવા પણ સૂચના અપાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનને લઈને તમામ જરૂરી આયોજન યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
