તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
મોરબી ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હેલિપેડ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું : જીતુભાઈ વાઘાણી અને પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત
BAPS સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી આવતા ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ શિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા સહિતના દ્વારા સ્વાગત

(માહિતી ખાતું) મોરબી: ૨૫મોરબી ખાતે આયોજિત BAPS સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા અર્થે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મોરબી ખાતે આગમન થતાં હેલિપેડ પર ઉષ્માભર્યું અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રફુલભાઈ પ્રફુલ પાનસેરીયા પધાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના મોરબી આગમન વખતે મંત્રી ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ શિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે, મોરબી કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ વડાશ્રી મુકેશ પટેલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ દ્વારા તેમનું સાદર અભિવાદન કરાયું હતું.(બળવંતસિંહ જાડેજા- માહિતી ખાતું-મોરબી)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
