<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે સ્વાગત

કુલદીપ આર્ય,નિર્લિપ્ત રાય,રાજેશ તન્ના, કેતન પી.જોશી, જયરાજસિંહ વાળા સહિતના ઉપસ્થિત

દ્વારકા-ખંભાળિયા:દેવભૂમિ દ્વારકા જિલ્લાના  બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસન વિભાગ હસ્તક હાથ ધરાયેલ વિવિધ પ્રવાસનલક્ષી સુવિધાઓનું લોકાર્પણ કરવા પધારેલા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રવાસન વિભાગના સચિવ  કુલદીપ આર્ય, રેન્જ આઇજી  નિર્લિપ્ત રાય, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી  કેતન પી.જોશી, પોલીસ અધિક્ષક  જયરાજસિંહ વાળાએ જિલ્લા વહીવટી તંત્ર તરફથી સ્વાગત કર્યું હતું.(તસ્વીર-અહેવાલ:વિનુભાઈ સામાણી, દિપેશ સામાણી(દ્વારકા)કૌશલ સવજાણી(ખંભાળિયા)

(11:56 AM IST)