<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

જુનાગઢમાં એસબીઆઇ રીજનલ બ્રાંચના ચીફ મેનેજરને આસી. જનરલ મેનેજરે ઝાપટ મારી ધમકી આપી

રાત્રે ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી કરીઃ મોટી સંખ્‍યામાં બેંક કર્મચારીઓ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮: જુનાગઢમાં એસબીઆઇ રીજનલ બ્રાંચના ચીફ મેનેજરને આસી. જનરલ મેનેજરે ઝાપટ મારી ધમકી આપી હોવાની ફરિયાદ રાત્રે પોલીસે નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

જૂનાગઢમાં બહાઉદીન કોલેજ સામે આવેલ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા રીજનલ બ્રાન્‍ચના ચીફ મેનેજર રવિન્‍દ્ર ધર્મનાથ પ્રસાદ ઉ.વ. ૪૬ને બેંકના આસિસ્‍ટન્‍ટ જનરલ મેનેજર સુધીર શર્માએ ગઈકાલે બેંકમાં ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવથી રાત્રે બેંક કર્મચારીઓ મોટી સંખ્‍યામાં સી ડિવિઝન પોલીસ સ્‍ટેશન પર પહોંચ્‍યા હતા અને બેંકના આસિસ્‍ટન્‍ટ જનરલ મેનેજર સામે કડક કાર્યવાહી કરવાની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આખરે રાત્રે ફરિયાદ લઈને પોલીસે કાર્યવાહી કરી હતી.

ચીફ મેનેજર રવિન્‍દ્ર ધર્મનાથ પ્રસાદે બેંકના આસિસ્‍ટન્‍ટ જનરલ મેનેજર સુધીર શર્મા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, સુધીર શર્મા અવાર નવાર ઓફીસ કામકાજ બાબતે નિંદા કરતા હતા જેથી ગઈકાલે સાંજે ૫.૨૦ વાગ્‍યાની આસપાસ રવિન્‍દ્ર ધર્મનાથ તેમની ચેમ્‍બરમા ગયા હતા અને આ બાબતે વાતચીત કરતા હતા ત્‍યારે સુધીર શર્માએ ઉશ્‍કેરઈ જઈ બોલાચાલી કરી ડાબા હાથનુ બાવડુ પકડી ધક્કો મારી દીધી હતી અને એક જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે આસિસ્‍ટન્‍ટ જનરલ મેનેજર સુધી શર્મા વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ ડી.એ.કરગઠીયાએ હાથ ધરી હતી.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:30 PM IST)