<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

કચ્છની લવ જેહાદમાં અજમેર કનેક્શન ની જેમ રાજ્યના અન્ય જિલ્લાઓમાં તપાસ કરો: યોગી દેવનાથબાપુ

રાપરમાં હિન્દુ સંગઠનોની પત્રકાર પરિષદ, લવ જેહાદની મોડસ ઓપરેન્ડી સાથે ધર્માંતરણના રેકેટની રાજ્ય સરકાર ઊંડી તપાસ કરે

રાજકોટ તા.૧૮ : કચ્છના રાપરની સગીર દીકરીનું લવ જેહાદમાં ફસાવી તેનું અપહરણ કરી અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરી નિકાહ પઢવાના ગુનામાં પૂર્વ કચ્છ પોલીસે આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની ધરપકડ કરી તેની સાથે અજમેર શરીફના મૌલાના કાઝી મોહમ્મદ રમજાનની પણ ધરપકડ કરી છે. ૨૧ જુલાઇ ૨૦૨૫ ના હિન્દુ સગીરાનું ગેરકાયદેસર ધર્માંતરણ કરાવનાર અજમેર શરીફ દરગાહના ઇમામ કાઝી મોહમ્મદ રમજાન જાનમોહમ્મદની સામે ગુનો નોંધી પૂર્વ કચ્છ પોલીસે તેની ધરપકડ કરી છે. 

આ બાબતે રાપરમાં હિન્દુ સંગઠનોની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રાપર અને પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના ગુના સામે કરેલ કાર્યવાહી બિરદાવાઈ હતી. એ સાથે જ હિન્દુ સંગઠનોની માંગ અંગે કચ્છના એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથબાપુએ જણાવ્યું હતું કે, કચ્છના કિસ્સામાં જેમ એક ઇમામ દ્વારા હિન્દુ સગીરાનું ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવાનું ષડયંત્ર બહાર આવ્યું છે એ ઘટનાને સરકાર ગંભીરતાથી લે તેમ જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં બનેલ આવા બનાવોની ઊંડી તપાસ કરે. કચ્છમાં જેમ અજમેર કનેક્શન ખુલ્યું તેમ અન્ય બનાવોમાં પણ સંડોવાયેલા મૌલાના તેમ જ ઇમામોની કોઈ સંડોવણી હોય તો તેમની સામે પણ સરકાર કાર્યવાહી કરી ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ કરે.

(10:07 AM IST)