તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો :વેરાવળ અને સોમનાથ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ
વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓની શેરીઓમાં નદીઓ વહી : કપાસ, મગફળી સહિતના પાકોને આ વરસાદથી નવું જીવન મળ્યું

વેરાવળ :વહેલી સવારથી જ ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેરાવળ, સોમનાથ અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ જોતજોતામાં ધોધમાર સ્વરૂપમાં ફેરવાઈ ગયો હતો. કલાકો સુધી વરસેલા અનરાધાર વરસાદના કારણે વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓની શેરીઓમાં નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા.
આ વરસાદ સોમનાથ પંથકના ઊભા પાક માટે સોના સમાન સાબિત થયો છે. વાવણી બાદ મુરઝાઈ રહેલા કપાસ, મગફળી સહિતના પાકોને આ વરસાદથી નવું જીવન મળ્યું છે, જેને પગલે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. હવામાન વિભાગની સિસ્ટમ સક્રિય થતાં આગામી સમયમાં પણ ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આશા સેવાઈ રહી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
