<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ગીર સોમનાથના વાતાવરણમાં પલટો : તાલાલા પંથકના ધાવા, રમરેચી, ચિત્રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

આ વરસાદથી સુકાઈ રહેલા ચોમાસુ પાકોને નવજીવન મળતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લહેર ફરી વળી

સૌરાષ્ટ્રમાં લાંબા સમયના વિરામ બાદ બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ પુનઃ આગમન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ધાવા, રમરેચી, ચિત્રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમય પછી પડેલા આ વરસાદથી સુકાઈ રહેલા ચોમાસુ પાકોને નવજીવન મળતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લહેર ફરી વળી છે.

(7:39 PM IST)