તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 9th September 2026
સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં ૧ર થી ૧પ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શકયતા
સાવરકુંડલામાં તાલુકાના વાશિયાળી ગામના વજુભાઇ બારૈયાની આગાહી

(ચંદ્રેશ હિરાણી દ્વાા) મોટીપાનેલીયા, તા. ૯ : આતુરતા નો અંત હવે નજીક ખેડૂત મિત્રો કાગ ડોળે રાહ જોઈ ને બેઠા હતા તેનો અંત આવ્યો છે વિગત મુખ્ય રાઉન્ડ ૧૨થી૧૫ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર નાં અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ની શકયતા છે ૧૫ પછી છુટાછવાયા વિસ્તારોમાં હળવા થી મધ્ય વરસાદ ચાલુ રહેશે.૨૦ સપ્ટેમ્બર સુધી અને ઉત્તર પુર્વ ગુજરાત માં છુટાછવાયા વિસ્તારોમાં હળવા થી અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત રાજપીપળા ડાંગ દાહોદ સહિત અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ની શકયતા છે
મધ્ય ગુજરાત અને કચ્છમાં સામાન્ય થી હળવા ભારે ઝાપટાં પડી શકે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર માં ભાવનગર અમરેલી જુનાગઢ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ દ્વારકા પોરબંદર બાજુ ના જુદા જુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે ૧ થી ૫ ઈંચ સુધી વરસાદની શકયતા છે અમુક વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ શકે છે તેમજ આવનાર ૧૭ સપ્ટેમ્બરે બંગાળ ની ખાડીમાં એક સીસ્ટમ બને તેવી પુરી શકયતા છે જે ગુજરાતમાં અસરકારક રહે તેની પુરી શકયતા દેખાઈ રહી છે જે સપ્ટેમ્બર મહિના માં ૨૫ થી ૩૦ સુધી વરસાદ ગુજરાતમા વરસી શકે છે હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયા ગામ વાશિયાળી તાલુકો સાવરકુંડલા જીલ્લો અમરેલી.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
