તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
આગામી સપ્તાહમાં વાવાઝોડાની સંભાવના ?
કેટલીક મોડેલની ફોરકાસ્ટમાં વાવાઝોડુ ગુજરાત નજીક આવે તેવી સંભાવના દર્શાવે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૮: હાલ મે માસ ચાલી રહયો છે. પ્રીમોન્સૂનનો સમયગાળો છે. મે માસમાં બંગાળની ખાડીમાં ચક્રાવાતની સીસ્ટમો ઉદભવ્યાના ભૂતકાળ છે.
ઇસીએમડબલ્યુએફ તથા જીએફએસના વિવિધ વેધર મોડેલો બંગાળની ખાડીમાં આગામી બે-ત્રણ દિવસમાં જ એક લો પ્રેશર સીસ્ટમ આકાર લે તેવું દર્શાવે છે. બાદમાં આ સીસ્ટમ ડીપ્રેશનનું સ્વરૂપ લઇ કદાચ સાયકલોન અર્થાત વાવાઝોડાનું સ્વરૂપ પણ લઇ શકે છે. આ ચક્રાવાતી સીસ્ટમ બંગાળની ખાડીથી અમુક મોડેલ ઉત્તર તરફ અર્થાત પૂર્વના રાજયો થઇ બાંગ્લાદેશ તરફ ગતિ કરે તેવું દર્શાવે છે તો અમુક મોડેલ આ સીસ્ટમ બંગાળની ખાડીથી ઉદભવીને દક્ષીણના અમુક રાજયોને પાર કરી અરબ સાગરમાં પ્રવેશી ને ફરી મજબૂત બની પヘમિના રાજયોના તટીય વિસ્તારોથી આગળ વધી ગુજરાત સુધી અને બાદમાં ઓમાન-યમન તરફ ગતિ કરે તેવું દર્શાવે છે. જો કે આ સિસ્ટમ ર૦ મેની આસપાસ ગુજરાત નજીક પહોંચે તેવું મોડેલો દર્શાવી રહયા છે.
સ્કાયમેટના પ્રેસિડેન્ટ જી.પી. શર્મા પણ બંગાળની ખાડીમાં સીસ્ટમ ઉદભવશે તે સંભાવના તો વ્યકત કરે છે પણ સિસ્ટમ ડીપ્રેશનથી સાયકલોન બનશે કે કેમ? તે અંગે કહે છે કે, ત્રણ ચાર દિવસ બાદ આ અંગે કંઇક ચોકકસ ફોરકાસ્ટ થઇ શકે, એ પહેલા નહીં.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
