<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

જેતપુરની સગીરાને કેટરિંગના કામ માટે ભુજમાં બોલાવ્યા બાદ દુષ્કર્મ આચરતાં ચકચાર

ભુજના યુવાને કારમાં હોટલ લઈ જઈ દુષ્કર્મ કર્યાની ફરિયાદ, ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  ભુજના એન્જિનિયરિંગ કોલેજ રોડ પર આવેલી શક્તિ હોટલમાં જેતપુરમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરાયાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ભુજના અનિલગર વિશ્રામગર ગોસ્વામીએ કેટરિંગના કામ માટે સગીરાને ભુજ બોલાવી હતી. ત્યારબાદ તેણીને કારમાં હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, બનાવ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બાદમાં સગીરાએ નજીકમાં રહેતી મહિલાને ઘટનાની જાણ કરતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 65(1) અને 351(2) ઉપરાંત POCSO એક્ટની કલમ 4(2) અને 6 હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.આર. નકુમે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(9:28 AM IST)