News of Wednesday, 22nd July 2026
અમરેલીના તોરી ગામે પંચાયતમાં ખુરશીઓ ઉડી: કચેરીમાં પેવિંગ બ્લોકની કામગીરી બાબતે થયેલ વિવાદ ઉગ્ર બન્યો
પંચાયતના પ્રમુખના પતિ અને સરપંચ વચ્ચે સામસામે મારામારી :બંને પક્ષે ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે વડિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અમરેલીના તોરી ગામે ગ્રામ પંચાયત કચેરીમાં પેવિંગ બ્લોકની કામગીરી બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પંચાયતના પ્રમુખના પતિ અને સરપંચ વચ્ચે સામસામે મારામારી થઈ હતી, જેમાં બોલાચાલી વધતાં ખુરશીઓ ઉછળી હતી. આ હિંસક અથડામણમાં બંને પક્ષે ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે વડિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ બંને પક્ષો દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવામાં આવ્યા છે, જેને પગલે આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
