News of Tuesday, 10th November 2026
મોરબીના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા સફાઈકર્મીઓને મીઠાઈ વિતરણ કરાયું.
શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સફાઈકર્મીઓના ચહેરા પર સ્મિત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથ બરાસરા દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી હતી. સમાજમાં સફાઈનું અગત્યનું કાર્ય કરતા અને શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સફાઈકર્મીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે ભગીરથ બરાસરા દ્વારા તેઓને દિવાળીની મીઠાઈનું વિતરણ કર્યું હતું. સફાઈકર્મીઓ સાથે ખુશીઓ વહેંચીને દિવાળીની આ અનોખી ઉજવણી કરવા બદલ સફાઈ કર્મીઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
