તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
સિરામિક ઉદ્યોગકાર મિત્રો ઇંધણ બચાવી રાષ્ટ્રહિત માટેની આપણી ફરજ અદા કરીએ.. પ્રમુખ એરવાડીયા
દેશના સર્વોચ્ચ સ્તરેથી આવી અપીલ કરવામાં આવે, ત્યારે જાગૃત નાગરિક તરીકે તેની ગંભીરતા સમજવી અને રાષ્ટ્રહિતમાં સહયોગ આપવો આપણી ફરજ બને

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :સિરામિક ઉદ્યોગકાર મિત્રો ઇંધણ બચાવી રાષ્ટ્રહિત માટેની આપણી ફરજ અદા કરીએ તેમ પ્રમુખ એરવાડીયાએ જણાવ્યું છે
તમામ સિરામિક ઉદ્યોગકાર મિત્રોને જણાવવાનું કે હાલ આપણો દેશ ઊર્જા (એનર્જી) સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યો છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણનો સદુપયોગ કરવા તથા બચત માટે અપીલ કરી છે.
જ્યારે દેશના સર્વોચ્ચ સ્તરેથી આવી અપીલ કરવામાં આવે, ત્યારે જાગૃત નાગરિક તરીકે તેની ગંભીરતા સમજવી અને રાષ્ટ્રહિતમાં સહયોગ આપવો આપણી ફરજ બને છે.
આથી તમામ સમજુ અને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપતા ઉદ્યોગકાર મિત્રો પાસે નમ્ર અપીલ છે કે, આપણે રોજિંદા ફેક્ટરી અવરજવર દરમિયાન વ્યક્તિગત વાહનના બદલે શક્ય હોય ત્યાં સુધી સમૂહમાં મુસાફરી કરીએ. ઘણીવાર 8-10 ભાગીદારો અથવા મિત્રો ફેક્ટરી તરફ જતા હોઈએ છીએ, ત્યારે 4-5 લોકો એક જ કારમાં સાથે મળી ને જઈએ તો રસ્તામાં આપણે એક બીજા સાથે વ્યવસાયિક ચર્ચાઓ પણ થઈ શકે અને સાથે સાથે ઇંધણની બચત પણ થાય.
તેના કારણે ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે સાથે પર્યાવરણ માં સુધારો થશે અને બચાવેલું ઇંધણ આપણા ઉદ્યોગ અને પ્લાન્ટના કાર્યમાં પણ ઉપયોગી બનશે.
કારમાં સમૂહમાં મુસાફરી કરવાથી કોઈ નુકસાન નથી, ફાયદા અનેક છે.
આવો, સૌ સાથે મળી રાષ્ટ્રહિતમાં આપણું યોગદાન આપીએ અને ઇંધણ બચાવ અભિયાનને સફળ બનાવીએ.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
