<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

જાંબુડીયા જીલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનુ ઉદધાટન કરાયુ

ભાજપના હોદેદારો અને અગ્રણીઓની ઉપસ્થિતિ:તમામ ઉમેદવારોને જંગી મતથી વિજયી બનાવવા હાકલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયતિંભાઇ રાજકોટીયા તથા મોરબી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ હંસાબેન પારેઘી તથા મોરબી જીલ્લા ઉપ પ્રમુખઅરવિંદભાઇ વાસદડીયા તથા સંદિપભા ગઢવીની ઉપસ્થિતી મા જાંબુડીયા જીલ્લા પંચાયત સીટ ના મધ્યસ્થ કાર્યાલય નુ રફાળેશ્વર ખાતે ઉદધાટન કરવામા આવ્યુ હતુ રફાળેશ્વર ગામના માલધારી સમાજ ના આગેવાનો એ ત્રણેય મહાનુભાવો નુ તાંસડી ( ત્રાસડી) મા ગાય નુ દુધ પાઇ ને વિશિષ્ટ રીતે સન્માન કર્યુ હતુ અને તમામ સમાજે એકી અવાજે ભાજપ ના ઉમેદવાર જાંબુડીયા જીલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર શ્રીમતી જયાબેન જીતેન્દ્ર કુમાર ગોહેલ તથા લાલપર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શ્રી મતી કલાવતીબેન સંજય ભાઈ ભીમાણી તથા ધુનડા( સ) તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર હંસાબેન સુરેલા તથા મકનસર તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર ગીતાબેન નૈમિષભાઇ વાહનેચિયાને જંગી મતોથી વિજયી  બનાવવા કોલ આપ્યો હતો

(11:13 PM IST)