<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

જામકંડોરણામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિની ઉજવણી

રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિતે ભવ્‍ય એકતા રેલી યોજાઈ સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવી

(મનસુખભાઈ બાલધા દ્વારા)ં જામકંડોરણા, તા.૨: અખંડ ભારતના શિલ્‍પી, ભારત રત્‍ન, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જન્‍મ જયંતી નિમિતે રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિતે ભવ્‍ય એકતા રેલી યોજાઈ હતી આ રેલી તાલુકા પંચાયત કચેરી ખાતેથી શરૂ થઈ કન્‍યા છાત્રાલયથી સાંસ્‍કતિક ભવન ખાતે પૂર્ણ થઈ હતી રેલી દરમ્‍યાન કન્‍યા છાત્રાલય પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે રાજકોટ જીલ્લા દુધ સંધના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા,મહામંત્રી ગૌતમભાઈ વ્‍યાસ, તાલુકા પંચાયતના સદસ્‍યો, ગ્રામ પંચાયતના સદસ્‍યો, ભાજપના સંગઠનના હોદેદારો, આગેવાનો તેમજ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, કર્મચારીઓ, શિક્ષકો,પોલીસના જવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.

(10:48 AM IST)