News of Friday, 13th November 2026
જામનગર શહેરમાં સંત શિરોમણી પ. પૂ. શ્રી જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણીનો ઉત્સાહભેર તૈયારીનો પ્રારંભ.
સવારથી ગૌ શાળામાં ઘાસ લાડુ વિતરણ તથા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ ભોજન સમારંભ (માસ્તાન), જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, થેલેસેમીયા કેમ્પ તેમજ સમસ્ત લોહાણા જ્ઞાતીના સમૂહ ભોજન (નાત) સહિત કાર્યક્રમો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :આગામી વિક્રમ સંવત ૨૦૮૩, કારતક સુદ ૭ ને સોમવાર, તા.૧૬.૧૧.૨૦૨૬ ના રોજ સંત શિરોમણી પ. પૂ. શ્રી જલારામબાપાની ૨૨૭ મી જન્મજયંતિનો ઉત્સવ તેમજ સમસ્ત લોહાણા સમાજની ૨૮ મી નાત (સમૂહ ભોજન) ના પ્રસંગને ધામધૂમથી ઉજવવા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ઉત્સાહભેર તૈયારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અવસરે સ્વયંસેવકોનું સંમેલન તા.૧૫.૧૧.૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ કલાકે તેમજ જલારામ જયંતિ ના દિવસે એટલે કે તા.૧૬.૧૧.૨૦૨૬ સોમવારે સવારથી ગૌ શાળામાં ઘાસ લાડુ વિતરણ તથા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ ભોજન સમારંભ (માસ્તાન), જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, થેલેસેમીયા કેમ્પ તેમજ સમસ્ત લોહાણા જ્ઞાતીના સમૂહ ભોજન (નાત) સહિત કાર્યક્રમો જલારામનગર, પ્રણામી સંપ્રદાય મેદાન, હિરજી મિસ્ત્રી રોડ, નવાનગર બેન્ક સામે જામનગર ખાતે ઉજવણીની ઉત્સાહભેર તૈયારીનો પ્રારંભ કરવામાં આવેલ છે.
શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્ના દ્વારા અવિરત ૨૫ વર્ષ સુધી જ્ઞાતી સમૂહ ભોજનનો આ સેવાયજ્ઞ નું આયોજન કરવામાં આવતું આ સ્થાપક સદસ્યોના નેજા હેઠળ શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભ ડી. બદયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દત્તાણી, રાજદીપ મોદી, હિરેન રૂપારેલિયા, નીશીત રાયઠઠ્ઠા, વિશાલ પોપટ, રવિ અઢિયા સહિત બહોળી સંખ્યામાં યુવાન કાર્યકર ભાઈઓ બહેનો દ્વારા જલારામ જયંતિની ઉજવણીની તૈયારીઓનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવેલ છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
