<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ઉપલા દાતાર ખાતે દેશના ૮૦ માં સવાતંત્ર પર્વની ધ્વજવંદન કરી ઉજવણી કરતા મહંત શ્રી ભીમ બાપુ

3200 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવી દેશપ્રેમનો સંદેશો આપવામાં આવ્યો: સમગ્ર વાતાવરણ “વંદે માતરમ્” અને “ભારત માતા કી જય”ના નાદથી ગુંજી ઉઠ્યું

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજરોજ દેશના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની ઉપસ્થિતિમાં ત્રિરંગા ને લહેરાવી ધ્વજવંદનનો સુંદર મજાનો કાર્યક્રમ આજે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી વરસાદી વાતાવરણ વચ્ચે દાતારની ટેકરી ઉપર સંપન્ન થયો હતો આ પ્રસંગે ઉપલા દાતાર ના સેવક સમુદાય અને નીચેથી આવેલા વિદ્યાર્થીઓએ સુંદર મજા ના ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો  ગિરનાર પર્વત ના જોડિયા ભાઇ સમાં ઉપલા દાતારની ટોચ ઉપર (લગભગ 3200 ફૂટ ઊંચાઈ) ઉપર દેશભક્તિપૂર્ણ માહોલમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ માં દાતાર આશ્રમના મહંત શ્રી ભીમ બાપુના કરકમળો દ્વારા ધ્વજારોહણ કરીને સંપન્ન થયો હતો. આ સાથે ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી, જુનાગઢના કોચ સાગર કટારિયા તથા તેમની એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.
3200 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવી દેશપ્રેમનો સંદેશો આપવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ “વંદે માતરમ્” અને “ભારત માતા કી જય”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે મહંત શ્રી ભીમ બાપુએ દેશની એકતા અને અખંડિતતા માટે યુવાનોને આગળ આવવાની અપીલ કરી હતી. તેમજ કોચ સાગર કટારિયાએ જણાવ્યું હતું કે રમતગમત સાથે સાથે દેશપ્રેમની ભાવના વિકસે તે માટે આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમમાં ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમીના તમામ વિદ્યાર્થીઓ હાજર રહી સવાતંત્ર પર્વની ગૌરવપૂર્વક ઉજવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોને દાતારની જગ્યા તરફથી સરસ મજાનો પ્રસાદ ગરમાગરમ ડ્રાયફ્રુટ વાળો શીરો પીરસાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

(11:46 AM IST)