તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
CBSE ધોરણ ૧૦ માં ૯૬.૫૦% ગુણ અને ગણિતમાં સો ટકા સ્કોર સાથે મેળવી ઝળહળતી સફળતા
કાલાવડ તાલુકાના ધુડશીયા ગામનો તેજસ્વી તારલો ધ્રુવ વેકરીયાએ શ્રી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીએ બોર્ડ પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરી વેકરીયા પરિવાર અને સમગ્ર પટેલ સમાજનું નામ રોશન કર્યું

જામનગર, તા. ૧૮ : શ્રી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય. અલિયાબાડા જામનગર ખાતે ધો.૧૦ ના વિદ્યાર્થી વેકરીયા ધ્રુવ રમેશભાઈ એ CBSE બોર્ડ પરીક્ષા ઉત્કર્ષ પ્રદર્શન કરતા ૯૬.૫૦% ગુણ મેળવી શાળા તથા સમાજનું ગૌરવ વધારેલ છે. તથા સ્ટાન્ડર્ડ ગણિત માં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે.
ધ્રુવ વેકરીયા શ્રી સરદાર પટેલ હાઈસ્કૂલ ધુડશીયાના આચાર્ય વેકરીયા રમેશભાઈ પ્રેમજીભાઈ નો પુત્ર છે.તેમની આ સિદ્ધિ માત્ર પરિવાર માટેજ નહીં પરંતુ સમગ્ર પટેલ સમાજ માટે ગૌરવ ની વાત છે. ધ્રુવ ના આ ઉત્કર્ષ પરિણામ માટે માતા પિતા અને ગુરુજનોના માર્ગદર્શન કઠોર મહેનત અને દ્રઢ સંકલ્પ નો મહત્વનો ફાળો રહ્યો છે.
આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ બની રહેશે.
શાળા પરિવાર,શિક્ષકગણ અને સમાજના આગેવાનો દ્વારા ધ્રુવ વેકરીયા ને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ભવિષ્યમાં વધુ ઊંચા શિખરસર કરવા શુભેચ્છા પાઠવી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
