તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
વંથલીના ગાદોઈ ગામમાં બંધ મકાનના તાળા તોડી ૬ લાખની રોકડની ચોરી
દિન દહાડે તસ્કરો ખાબકતા ગ્રામજનોમાં ફફડાટ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૦: વંથલીના ગાદોઈ ગામમાં તસ્કરો દિન દહાડે તસ્કરો બંધ મકાનના તાળા તોડી ૬ લાખની રોકડની ચોરી કરી નાસી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વંથલી તાલુકાના ગાદોઈ ગામે રહેતા મહેશભાઇ ગોવિંદભાઇ ડાંગર ૨૯ જૂનના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે મકાનને તાળા લગાવીને બહાર ગયા હતા. સવારના ૭:૧૫ વાગ્યા સુધી બંધ રહેલા મકાનના તાળા તોડી તસ્કરોએ રૂમમા પ્રવેશ કરી કબાટની તીજોરીમા પડેલ જુદા રૂપિયા ૬ લાખની રોકડ રકમની ચોરી કરીને નાસી ગયા હતા.ચોરીના બનાવ અંગે ગઈકાલે મહેશભાઈએ ફરિયાદ કરતા પીઆઇ બી.જી. ચેતરીયાએ તુરંત તપાસ હાથ ધરી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
