<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

મહિલા રેલ્‍વે કર્મચારીની શારિરીક- માનસીક સતામણીનો મામલોઃ ઉપરી અધિકારી સામે દ્વિસ્‍તરીય તપાસના આદેશોઃ તોળાતા કડક પગલા

પીડીત મહિલા કર્મચારી ગઇકાલે ડીઆરએમ ગીરીરાજકુમાર મીનાને રૂબરૂ મળતા ધડાધડ તપાસના આદેશોઃ મહિલા ઉત્‍પીડન સેલના અધ્‍યક્ષ શ્રીમતિ આશા રજનીએ તપાસમાં ઝુકાવ્‍યું: બીજી બાજુ આસિસ્‍ટન્‍ટ ડીવીઝનલ એન્‍જીનીયર- સુરેન્‍દ્રનગરે પણ તપાસ હાથધરી

રાજકોટ તા.૨૩: થાનગઢ રેલ્‍વેના એન્‍જીનીયરીંગ વિભાગમાં સાંધાવાળા (ગેંગવુમન) તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીને લગભગ છેલ્લા ૨ વર્ષથી તેના ઉપરી અધિકારી સુરેશ ગોૈતમ દ્વારા યેનકેન પ્રકારે શારિરીક- માનસીક પજવણી કરી શારિરીક શોષણ માટે દબાણ થતું હોવાનો મામલો સતાવાર રીતે બે દિવસ પહેલા સપાટી પર આવ્‍યા બાદ ડિવીઝનલ રેલ્‍વે મેનેજર ગીરીરાજકુમારે સંબંધિત ફરિયાદ બાબતે દ્વિસ્‍તરીય તપાસના આદેશો આપ્‍યા છે. સાથોસાથ બે મહિના પહેલા સુરેશ ગોૈતમની વાંકાનેર ખાતે બદલી થઇ હોવા છતા કોઇ કારણોસર છુટા કરાયા ન હોવાથી તાત્‍કાલીક છુટા કરી દેવામાં આવ્‍યા છે. ગઇકાલે શ્રી મીનાએ પીડીતાની ફરિયાદ રૂબરૂ સાંભળ્‍યા બાદ મહિલા ઉત્‍પીડન સેલના અધ્‍યક્ષ શ્રીમતિ આશા રજની (સિનીયર ડીવીઝનલ મટીરીયલ મેનેજર કલાસ-૧)ને આ મામલે તાકીદે તપાસ કરી રીપોર્ટ કરવા આદેશ આપ્‍યા છે. સાથોસાથ મહિલા જે વિભાગમાં ફરજ બજાવે છે તેના સિનીયર અધિકારી આસીસ્‍ટન્‍ટ ડિવીઝનલ એન્‍જીનીયર- સુરેન્‍દ્રનગરને પણ તપાસ સોંપવામાં આવી છે.

બે દિવસ પહેલા જયારે મામલો સપાટી પર આવ્‍યો ત્‍યારે ત્રસ્‍ત મહિલાને રેલ્‍વે લાઇન પર ફરજના બહાને બોલાવી ઉપર અધિકારી સતામણી કરવામાં આવતા પ્રેશર કુકરની માફક લાંબા સમયથી દબાયેલો મહિલા કર્મચારીનો ગુસ્‍સો ફાટયો હતો. મહિલા કર્મચારીનો હાથ ઉપરી અધિકારીએ પકડી લેતા સ્‍વબચાવમાં મહિલાએ પોતાના હાથમાં રહેલી બોટલ અધિકારીને મારવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ રહયો ન હતો. ભારે હો-હા બાદ મામલો આર.પી.એફ. અને જી.આર.પી. પાસે પહોંચતા માધ્‍યમોમાં ચમકયો હતો અને બદનીયત ધરાવતા અધિકારીની હલકી માનસીકતા પ્રદર્શીત થઇ ગઇ હતી.

આ મામલે એક મહિના પહેલા લેખીત ફરિયાદ થવા છતા કોઇ પગલા નહિ લેવાયાનો આક્રોશ કર્મચારીઓમાં ઉઠયો હતો પરંતુ અંત્‍યત તનાવગ્રસ્‍ત હાલતમાં છેલ્લા મહિનાઓથી ફરજ બજાવતી ભોગ બનનાર મહિલાએ પોતાની લેખીત ફરિયાદમાં તા.૨૧/૭/૨૬ ના બદલે તા.૨૧/૬/૨૬ લખ્‍યાનો બચાવ રેલતંત્ર દ્વારા થઇ રહયો છે.

દરમિયાન ગઇકાલે પીડીત મહિલાએ ડીઆરએમ મીનાને રૂબરૂ મળી ફરી પોતાની લેખીત અરજીની કોપી સુપ્રત કરી હતી. જેમાં વારવાંર ઉપર અધિકારી સુરેશ ગોૈતમ દ્વારા થતા શારીરીક અને માનસીક ત્રાસની વિગતો વર્ણવામાં આવી હતી. લાંબા સમયથી મહિલા કર્મચારીને આ અધિકારી દ્વારા સતત કારણ વગર ફોન-કોલ કરી પરેશાન કરવામાં આવતા હતા. આ ઉપરાંત ઓૈચિત્‍ય ભંગ થાય તેવા મેસેજ થકી વિડીયોકોલથી વાત કરવા દબાણ કરવામાં આવતુ હતું. એટલુ જ નહી વર્ણવી ન શકાય તેવી ન્‍યુડ વિડીયો કિલપ મોકલી અભદ્ર માંગણી કરવામાં આવતી હતી. જયારે-જયારે અન્‍ય પુરૂષ કર્મચારીઓ સાથે કામ બાબતે વાતચીત કરે ત્‍યારે આ અધિકારી દ્વારા તેના ચારીત્ર્ય બાબતે ખોટી-ખોટી વાતો કરી અફવા ફેલાવવામાં આવતી હતી. ઉપરી અધિકારીનો હદબારનો ત્રાસ છેલ્લા બે વર્ષથી મહિલા કર્મચારી સામાજીક બદનામીની બીકે સહન કરી રહી હતી.

અધિકારીથી ત્રસ્‍ત આ મહિલાએ ઘણી વખત તમે મારા પિતા દરજ્જે છો તેમ કહી અટકાવવાની કોશીષ કરી હતી. પરંતુ થોડા સમય બાદ ફરીથી કારણ વગરના ફોન-કોલ અને મેસેજ શરૂ થઇ જતા હતા. વિભાગના સીસીટીવી ફુટેજનું મોનીટરીંગ આ વિભાગના આક્ષેપીત અધિકારી પાસે રહેતું હોવાથી તેમના દ્વારા સતત ફરીયાદી મહિલાના ટેબલ ઉપર ઝુમ કરી તેમની ગતિવિધીઓને નિહાળવામાં આવતી હોવાથી કામના સ્‍થળે ભોગ બનનાર મહિલા સતત અસલામતી વચ્‍ચે રહેતા હતા. સંબંધિત અધિકારી દ્વારા થકી ગેરવર્તુણક અને અનઉચિત માંગણીઓના રેકોર્ડીંગ લેખીત ફરિયાદ સાથે ઉચ્‍ચ અધિકારીઓને ગઇકાલે સોંપવામાં આવ્‍યા છે. જે નિહાળી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. તપાસના અંતે  આરોપી અધિકારી સામે કડક રાહે પગલા તોળાઇ રહયાનું નિヘતિ માનવામાં આવે છે. આ મામલાએ સમગ્ર રેલતંત્રમાં ખળભળાટ મચાવી દિધો છે

(2:16 PM IST)