તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
વિસાવદર પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો સમેટાયોઃ દરખાસ્ત પાછી ખેંચાઈ :મોવડી મંડળનો આદેશ શિરોમાન્ય
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અરવિંદભાઇ રૈયાણી, ચંદુભાઈ મકવાણા તથા કિરીટભાઈ પટેલ સાથે ભાજપના ૨૧ સભ્યોની બેઠક યોજાઇ અને તમામ પ્રશ્નો ઉકેલાતા આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું..!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ તા.૮, વિસાવદર પાલિકાપ્રમુખ સામેનો અવિશ્વાસની દરખાસ્તનો મામલો સમેટાયો છે. આજે ગુરુવારે પાલિકા ઓફિસ ખુલતા જ ૧૪ ભાજપના અને ૩ કોંગ્રેસના મળી કુલ ૧૭ સભ્યોની સહીવાળી અવિશ્વાસની દરખાસ્ત દરખાસ્ત પાછી ખેંચાઈ હોવાનુ સુત્રો જણાવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપનાપ્રભારી અરવિંદભાઇ રૈયાણી, જિલ્લા ભાજપનાપ્રમુખ ચંદુભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપના પૂર્વપ્રમુખ કિરીટભાઈ પટેલ સાથે ભાજપના ૨૧ સભ્યોની બેઠક યોજાઇ હતી અને પાલિકા પ્રમુખ સામેના અસંતોષ સંદર્ભે વિસ્તળત ચર્ચા-વિચારણા થઈ હતી. જેમાં ઉપરોક્ત ત્રણેય મહાનુભાવોએ મધ્યસ્થી થઈ સભ્યોનો અસંતોષ દૂર કરતા આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે..!!
દરમિયાન વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયાએ સતાવાર જાહેરાત કરી છે કે, પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત આજે ખેંચાઈ જશે. અસંતુષ્ઠ સભ્યોના તમામપ્ર‘ો અરવિંદભાઈ રૈયાણી, ચંદુભાઈ મકવાણા, કિરીટભાઈ પટેલની મધ્યસ્થીથી હલ થઈ ગયા છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
