તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
જામનગર સુપર માર્કેટના કાપડના વેપારીના પચીસ કરોડના કથિત ફૂલેકા મામલે
૨૦ થી વધુ વેપારીઓના નિવેદનોઃ ફરાર વેપારીના પિતા અને ભાઈને પણ બોલાવાયા

જામનગર, તા,૨૫: સુપરમાર્કેટ વિસ્તારમાં સર્જાયેલા પચીસ કરોડ રૂપિયાથી વધુના કથિત કાપડ ના વેપારી ના ફૂલેકા પ્રકરણમાં હવે પોલીસ સક્રિય બની છે. વેપારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાયા બાદ સિટી‘એ' ડિવિઝન પોલીસ મથકમાં સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને સુપરમાર્કેટમાં ‘દીપાલી એન્ટરપ્રાઇઝ' નામથી કાપડના વેપાર સાથે સંકળાયેલા હિતેશ લક્ષ્મીકાંતભાઈ ગોહિલ દ્વારા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ અને નાણાં ઉધાર મેળવી પત્ની અને બાળક સાથે ફરાર થઈ જવાના આક્ષેપો થયા છે. આ મામલે સુપરમાર્કેટ સહિતના વેપારીઓએ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
જિલ્લા પોલીસ વડાની સૂચનાના અનુસંધાને સિટી ‘એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલસિંહ ડોડીયા અને તેમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે વેપારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ે શનિવારે બાર જેટલા વેપારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદે રવિવારે પણ આઠથી વધુ વેપારીઓ પોલીસ મથકે પહોંચી પોતાના નિવેદનો નોંધાવ્યા.
પોલીસ તપાસ દરમિયાન ફરાર વેપારી હિતેશ ગોહિલના પિતા લક્ષ્મીદાસભાઈ તેમજ ભાઈ હેમલને પણ પોલીસ મથકે બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પરિવારજનોને ફરાર વેપારીનો તાત્કાલિક સંપર્ક સાધી તેને પરત બોલાવવા તેમજ પોલીસ સમક્ષ હાજર કરવા કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
વેપારી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ અને પુણે સુધી વેપારી વ્યવહારો ફેલાયેલા હોવાના કારણે ફૂલેકાની રકમ પચીસ કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલ સિટી ઙ્કએઙ્ઘ ડિવિઝન પોલીસ દ્વારા વેપારીઓની રજૂઆતો અને નિવેદનોના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઙ્કકરણને લઈને જામનગરના વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
