<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

દ્વારકા જીલ્લા કોંગ્રેસનો અનોખો વિરોધઃ ર મિનીટ મોૈન પાળીને શોકાંજલી

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૭: દેવભુમી દ્વારકા જીલ્લા કોંગ્રેસની જીલ્લા કારોબારી બેઠક ગઇકાલે જિલ્લા પ્રમુખ પાલભાઇ આંબલીયા તથા હોદેદારોની ઉપસ્‍થિતિમાં મળી હતી. જેમાં સરકારે દુષ્‍કાળગ્રસ્‍ત સહાયના નામે ક્રુર મજાક કરી હોય સરકારની મરેલી આત્‍મા, લાગણી અને સંવેદનશીલતા માટે બે મીનીટ મોૈન પાડી વિચિત્ર રીતે શોકાંજલિ અપાઇ હતી. એક વિઘા પર ખેડૂતને ખાતરની થેલી વાપરવી પડે છે તેની કિંમત ૨૪૫૦ રૂપિયા છે ત્‍યારે સરકારી સહાય ૧૩૬૦!! બીયારણ પાણી પિવડાવ્‍યુ, મજુરી અન્‍ય ખર્ચનું શું?? જિલ્લા કોંગ્રેસ કારોબારીમાં દુષ્‍કાળગ્રસ્‍તના નીયમોનો તાકીદે ઉકેલ કરવા માંગ થઇ છે.

(1:09 PM IST)