<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

વિરપુર પાસે કાર પલ્‍ટી ગઇઃ ધાર્મિક સ્‍થળોના દર્શન કરવા આવેલા ઓલપાડના ૨૯ વર્ષના યુવાનનું મોત

પ્રતિકકુમાર પટેલ સહિત ત્રણ લોકો કાર બાંધીને આવ્‍યા હતાં: વિરપુરથી બગદાણા જતી વખતે ખાડો તારવવા જતાં ચાલકે કાબુ ગુમાવ્‍યોઃ રાજકોટમાં મૃત્‍યુ થયું: પરિવારનો એકનો એક પુત્ર હતો

 

રાજકોટ તા. ૩૦: સુરતના ઓલપાડ તાબેના પીંજરત ગામે રહેતાં ૨૯ વર્ષના યુવાનનું વિરપુર નજીક કાર અકસ્‍માતમાં મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ યુવાન સુરતથી વિરપુર દર્શન કર્યા બાદ બગદાણા તરફ કારમાં બેસીને જતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ પીંજરત ગામે ટુંડા ફળીયામાં રહેતો પ્રતિકકુમાર રવજીભાઇ પટેલ (ઉ.વ.૨૯) નામનો યુવાન ગઇકાલે બપોરે અઢી વાગ્‍યા આસપાસ સગાના ઘરે   સોૈરાષ્‍ટ્રમાં કારમાં બેસીને આવ્‍યો હતો. વિરપુર ખાતે દર્શન કર્યા બાદ બગદાણા જતી વખતે વિરપુરથી દસેક કિ.મી. આગળ અમરેલી રોડ પર કાર પહોંચી ત્‍યારે ડ્રાઇવર હર્ષદ ચંદુભાઇએ રસ્‍તા પર ખાડો આવતાં સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્‍ટી મારી જતાં પ્રતિકકુમારને ગંભીર ઇજા થતાં  અમરેલી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

મૃત્‍યુ પામનાર પ્રતિકકુમાર ખેતી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તે અપરિણીત અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. ધાર્મિક સ્‍થળોના દર્શન કરવા તે અન્‍ય બે લોકો સાથે આવ્‍યો હતો. પણ વિરપુર નજીક કાર પલ્‍ટી મારી જતાં તેની જિંદગીનોી સફરનો અંત આવી જતાં પરિવારમાં શોક છગવાઇ ગયો હતો. હોસ્‍પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે કાગળો કરી વિરપુર પોલીસને જાણ કરી હતી.

(11:01 AM IST)