<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

જૂનાગઢમાં કાયદાનો ડર રાખ્યા વગર કાર ચાલકે બેફામ કાર ચાલવી : બાઈક ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા

જોષીપુરા વિસ્તારના શાંતેશ્વર રોડ પર કાર ચાલકે બેફામ કાર ચલાવી અનેક બાઇક ચાલકો અને રાહદારીઓને ઉલાળ્યા

જુનાગઢમાં કાયદાનો જાણે કોઈ ડર ન હોય તેમ કાર ચાલકે બેફામ કાર ચલાવી અનેક બાઇક ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ભયંકર અકસ્માતની ઘટના ગઈ કાલે જોષીપુરા વિસ્તારના શાંતેશ્વર રોડ પર બની હતી. આ અકસ્માતની વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કાળા રંગની ફોર્ચ્યુંનર કાર ચલાવતો નબીરો દેખાઈ રહ્યો છે. પ્રાથમિક વિગતોમાં એવું જાણવા મળ્યું છે કે, પૈસાની ઉઘરાણીની રકઝકમાં બાઇકો કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. કાર રિવર્સ લઇ બીજી વખત પણ લોકો પર ચડાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે

(12:08 PM IST)