<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પોરબંદરમાં કૃત્રિમ હાથ-પગ એસેસમેન્‍ટ-માપ માટેનો કેમ્‍પ

પોરબંદરઃતા.૧૯, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ, નિયામકશ્રી સમાજ સુરક્ષા પ્રભાગ તથા ભારતીય કળત્રિમ અંગ નિર્માણ નિગમના સંયુક્‍ત ઉપક્રમે પોરબંદર જિલ્લાના દિવ્‍યાંગજનોને દિવ્‍યાંગતામાં રાહત મળી રહે તે હેતુથી કળત્રિમ સાધનો માટે એસેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ એસેસમેન્‍ટ કેમ્‍પ તા. ૨૪  ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૪:૦૦ કલાક સુધી શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, મુખ્‍ય માર્ગ, છાયા ખાતે યોજાશે. આ કેમ્‍પમાં અકસ્‍માતના કારણે હાથ અથવા પગ ગુમાવનાર પોરબંદર જિલ્લાના દિવ્‍યાંગજનો માટે કેલિપર્સ, લોઅર લિમ્‍બ્‍સ, અપર લિમ્‍બ્‍સ સહિતના કળત્રિમ સાધનો માટે જરૂરી માપ અને એસેસમેન્‍ટ કરવામાં આવશે.આકેમ્‍પમાંઆવનાર દિવ્‍યાંગજનો એ દિવ્‍યાંગતા પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ, ઉંમરનો પુરાવો તેમજ જરૂરી દસ્‍તાવેજોની ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે.પોરબંદર જિલ્લાના પાત્ર દિવ્‍યાંગજનોએ આ એસેસમેન્‍ટ કેમ્‍પનો લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા અનુરોધ  એક યાદીમાં કરવામાં આવ્‍યો છે

(2:01 PM IST)