તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ઇન્ડિયન રેડક્રોસ, પાયોનીયર ક્લબ, ગ્રીન પોરબંદર તથા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ
મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં આયોજન કરાતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોને મળશે ઠંડક અને રાહત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૭:શહેરમાં વધતી ઉનાળાની ગરમી વચ્ચે નાગરિકોને રાહત મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં છાશ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં જન સુવિધા કેન્દ્ર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાયોનીયર ક્લબ ઓફ પોરબંદર, ગ્રીન પોરબંદર તથા પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે. પ્રજાપતિના હસ્તે છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સંસ્થાઓના સંયોજક ડો. ચેતનાબેન તિવારી, રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવિણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
આ છાશ વિતરણ કેન્દ્રમાં દરરોજ આશરે એક હજાર જેટલા લોકો લાભ લેશે. ઉનાળાની કાળઝાળ ગરમી અને તડકામાં જન સુવિધા કેન્દ્ર ખાતે આવતાં અરજદારો, બજાર વિસ્તારમાં આવતા વેપારીઓ, ગ્રાહકો તેમજ રાહદારીઓને આ કેન્દ્ર દ્વારા ઠંડક અને રાહત મળી રહેશે. આ તકે સંસ્થાના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
