<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

સુરેન્‍દ્રનગરમાં માલધારી સમાજના આગેવાન અને આપના હોદ્દેદાર બુટ્ટા રબારીનું રાજીનામુ

૫૦થી વધુ સમર્થકોને સાથે રાખી કેસરિયા ધારણ કર્યાઃ આમ આદમી પાર્ટીમાં ભંગાણ

વઢવાણ તા.૨૩: સમગ્ર ગુજરાત રાજ્‍યમાં આમ આદમી પાર્ટી સતત તૂટી રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગરના સૌથી પાયાના કાર્યકર્તા અને સૌથી જુના આમ આદમી પાર્ટીના હોદ્દેદાર બુટ્ટા રબારી દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્‍યું છે અને કેસરિયા ધારણ કરવામાં આવ્‍યા છે સતત પાર્ટીમાં અવગણના કરવામાં આવતી હોય અને નિષ્‍ફળતા ના કારણે રાજીનામું આપ્‍યા હોવાનું જણાવી અને બુટા રબારી દ્વારા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને રાજીનામું સોંપી દેવામાં આવ્‍યું છે.

રાજીનામું આપી દઈ અને બુટા રબારી સુરેન્‍દ્રનગર કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયાની ઉપસ્‍થિતિમાં ૫૦થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે અને આગામી સમયગાળામાં ભાજપમાં સક્રિય કાર્યકર્તા તરીકે કામગીરી કરશે તેવી ખાતરી પણ ભાજપના હોદ્દેદારો અને આગેવાનોને આપવામાં આવી છે ત્‍યારે અત્‍યાર સુધી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવી પણ અવગણના કારણે અંતે રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા હોવાનું બુટ્ટા રબારી દ્વારા જણાવવામાં આવ્‍યું હતું

(1:41 PM IST)