તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ભુજમાં કેફી પીણું પીધેલી હાલતમાં બસ ચલાવનાર ડ્રાઈવર ઝડપાયો: અકસ્માત પહેલા ટ્રાફિક પોલીસની સમયસૂચકતા
જ્યુબિલી સર્કલ પાસે પુરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ રોકી, ચાલક ‘ઝૂમ બરાબર ઝૂમ’ હાલતમાં મળ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :ભુજ શહેર ટ્રાફિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ભયજનક રીતે બસ ચલાવનાર ડ્રાઈવરને ઝડપી પાડી મોટો અકસ્માત ટાળ્યો છે. ટ્રાફિક પોલીસની ટીમ શહેરમાં ટ્રાફિક નિયમન તથા વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન જ્યુબિલી સર્કલ તરફથી માધાપર તરફ એક ખાનગી ટ્રાવેલ્સ બસ પુરપાટ ઝડપે અને ભયજનક રીતે આવી રહી હતી.
શંકા જતાં પોલીસે તુરંત બસને રોકી ચેક કરતા બસનો ચાલક નીતિનગિરી અમરતગિરી ગોસ્વામી, ઉં.વ. 41, રહે. રિધ્ધિ સિધ્ધિ નગર, સુખપર, તા. ભુજ વાળો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. ચાલક ‘ઝૂમ બરાબર ઝૂમ’ હાલતમાં હોવાથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસે બસ નંબર AR 01 R 9628 કબજે કરી બસ ચાલક નીતિનગિરીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસની સમયસૂચકતાથી સંભવિત દુર્ઘટના ટળી હતી.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
