તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૯ રવિવાર
News of Friday, 18th September 2026
જામનગર રાજકોટ હાઇવે પર રામપરગામના પાટીયા પાસે શ્રી મોમાઇ ટ્રાન્સપોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો :ત્રણ રીઢા આરોપીઓને ઝડપી લેવાયા
કુલ કિ.રૂ.૧,૯૯,૦૦૦/- ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી પંચકોષી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર

જામનગર :પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ ચોરીના વણ-શોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધીક્ષક પિયુષ વાંદા જામનગર ગ્રામ્ય વિભાગ તથા પંચ એ ડીવી. પો.સ્ટેના પો.ઇન્સ. આઇ.એ.ઘાસુરાના માર્ગદર્શન મુજબ જામનગર પંચકોષી એ ડિવી પો.સ્ટે.નાઓએ ઘરફોડ ચોરીના વણ-શોધાયેલ ગુન્હોઓ શોધી કાઢવા માટે માર્ગદર્શન આપેલ હોય
જે અન્વયે જામનગર પંચકોષી એ ડિવીઝન પોસ્ટેના પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૨૦૪૫૨૬૦૯૬૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૪),૩૦૫,૫૪ મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો અનડીટેક્ટ હોય જે અનુસંધાને બનાવવાળી જગ્યાની આજુબાજુના તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરી આરોપીની વોચ તપાસમાં હોય જે દરમ્યાન પંચકોષી “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.નિર્મળસિંહ બી.જાડેજા તથા પો.હેડ કોન્સ. ચેતનભાઇ આર.ઘાઘરેટીયા તથા જયદિપસિંહ એસ.જાડેજા તથા પો.કોન્સ. હરદેવસિંહ એમ.ઝાલા તથા કમલેશભાઇ એ.ખીમાણીયા નાઓને સંયુક્ત ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોક્ત ઘરફોડ ચોરીનો મુદામાલ લઇને ત્રણ ચોર બે મો.સા. લઇને અહીથી મુદામાલ વેચવા માટે નીકળવાના છે જેમાથી એક મો.સા.ના નંબર GJ 10 EK 0109 છે તેમા એક શખ્સ બેટરી લઇને પાછળ બેસેલ છે અને બીજુ મો.સા. નં GJ 10 EA 7674 છે જેમા મો.સા ના આગળના ભાગે ટ્રક ની ઇલેકેટ્રીક વાયર લુમ નંગ-૨ બાચકા રાખેલ છે હકીકત આધારે વોચ તપાસ ગોઠવી ત્રણેય શખ્સોને (૧) આલ્ફા કંપની બેટરી નંગ-૧ કિ.રૂ. ૧૨૦૦૦/- (૨) ટ્રકની ઇલેકેટ્રીક વાયર લુમ મોટી નંગ-૧ કિ.રૂ. ૩૨૦૦૦/- (૩) ટ્રકની ઇલેકેટ્રીક વાયર લુમ નાની નંગ-૧ કિ.રૂ. ૨૫૦૦૦/- (૪) ચોરીના ગુન્હામાં ઉપયોગમાં લીધેલ બે મો.સા. તથા મોબાઇલ મળી જેની કુલ કી.રૂ.૧,૩૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૧,૯૯,૦૦૦/- ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનડીટેક્ટ ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરેલ છે.
આરોપી
(૧) આઇધનભાઇ બચુભાઇ વાઘેલા તથા (૨) પરવીન ઉર્ફે કરીમ ગોવિંદભાઇ વાઘેલા રહે-બંન્ને ગુલાબનગર ઓવરબ્રીજ નીચે પાણીના ટાંકા પાસે રેલ્વે પાટાની બાજુમાં જામનગર
(૩) ગગજીભાઇ અજમલભાઇ વાઘેલા રહે. ધુવાવ હાઉસિંગ બોર્ડ પ્રભુભાઇની દુકાન સામેની શેરીમા તા.જી.જામનગર
મુદામાલ (૧) આલ્ફા કંપની બેટરી નંગ-૧ કિ.રૂ. ૧૨૦૦૦/-
(૨) ટ્રકની ઇલેકેટ્રીક વાયર લુમ મોટી નંગ-૧ કિ.રૂ. ૩૨૦૦૦/-
(૩) ટ્રકની ઇલેકેટ્રીક વાયર લુમ નાની નંગ-૧ કિ.રૂ. ૨૫૦૦૦/-
(૪) હીરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નં. GJ 10 EK 0109 વાળીની જેની કી.રૂ.૬૦,૦૦૦/-
(૫) હિરો સ્પ્લેન્ડર મો.સા. જેના રજી.નં. GJ 10 EA 7674 વાળીની કી.રૂ.૬૦,૦00/-
(૬) મોબાઇલ ફોન નંગ ૨ જેની કુલ કી.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૧,૯૯,૦૦૦/- મુદાલામ
આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો.ઈન્સ. આઈ.એ.ઘાસુરા તથા એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા તથા પો.હેડ કોન્સ. જયદિપસિંહ એસ.જાડેજા તથા ચેતનભાઈ આર.ઘાઘરેટીયા તથા પો.કોન્સ. હરદેવસિંહ એમ. ઝાલા તથા પો.કોન્સ. કમલેશભાઇ એ. ખીમાણીયા તથા અજયસિંહ પી.જાડેજા તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ વિગેરે નાઓએ કરેલ
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
