તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
વઢવાણની વિધવા મહિલાના મકાનમાં સવા લાખની ઘરફોડી ઠંડીના સુસવાટા સાથે તસ્કરો સક્રિય થતા ફફડાટ

વઢવાણ તા.૨૭: વઢવાણની સુડવેલ સોસાયટીમાં રહેતા વિધવા મહિલાના મકાનને તસ્કરોએ નીશાન બનાવ્યુ હતુ. અને સોના-ચાંદીના આભુષણો તથા રોકડ મળી કુલ રૂપીયા ૧,૧૧,૫૦૦ની મત્તા ચોરાયાની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વઢવાણની સુડવેલ સોસાયટીમાં આવેલ હુસૈની મસ્જીદ પાછળ ૫૬ વર્ષીય સુભાનબેન રઝાકભાઈ ઠાસરીયા રહે છે. તેમના પતિ તથા પુત્રનું મરણ થયેલ છે.
અને તેઓ પોતાના ૧૦ વર્ષના પૌત્ર સાથે રહી રસોડાકામની મજુરી કરે છે. દસાડાના અણીયારી ગામે ખોળો ભરવાનો પ્રસંગ હોઈ તા. ૧૪-૧૧ના રોજ સાંજે તેઓ રસોડાકામે ગયા હતા. જયાંથી તા. ૧૫-૧૧ના રોજ ઘરે પરત ફર્યા હતા. અને ઘરનો મેઈન દરવાજો ખોલી અંદર જતા રૂમના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા. જયારે ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. ઘરની તીજોરી ખુલ્લી હતી અને તેમાંથી રોકડ ચોરાઈ હતી. જયારે ઘરમાં રહેલ એક લીલા કલરનો લોખંડનો ટંક નજરે પડયો ન હતો. આથી આજુબાજુમાંથી પડોશીઓ ભેગા થતા અને તપાસ કરતા ઘર પાછળ બાવળમાં ટંક નકુચા તુટેલી હાલતમાં હતો અને તેમાં રહેલ કપડા વીખેર હતા જયારે તેમાં મુકેલ ઘરેણા તસ્કરો લઈ ગયા હતા.
તપાસ એએસઆઇ આર.એન. જોગરાણા ચલાવી રહયા છે
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
