<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ગોંડલ યાર્ડમાં સફરજનની બમ્પર આવક : ૨૦ હજારથી વધુ બોક્સની આવક : હરરાજીમાં કિલોના રૂ.૩૦થી ૮૦ના ભાવ બોલાયા : જુઓ વિડિયો

મોટી આવકના પગલે યાર્ડમાં વેપારીઓ અને ખરીદદારોની પણ ભારે ચહલપહલ જોવા મળી : યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા

ગોંડલ તા.૨ : માર્કેટિંગ યાર્ડના જૂના ફ્રૂટ યાર્ડમાં સફરજનની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ ૨૦ હજારથી વધુ બોક્સની બમ્પર આવક નોંધાઈ હતી. શિમલા, કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી વેપારીઓ સફરજનનો જથ્થો વેચાણ માટે લાવ્યા હતા.

       યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, સફરજનની બમ્પર આવકને પગલે જૂનો ફ્રૂટ યાર્ડ સફરજનના બોક્સથી છલકાઈ ગયો હતો. હરરાજી દરમિયાન ગુણવત્તા પ્રમાણે સફરજનના રૂ.૩૦થી રૂ.૮૦ પ્રતિ કિલો સુધીના ભાવ બોલાયા હતા.

     મોટી આવકના પગલે યાર્ડમાં વેપારીઓ અને ખરીદદારોની પણ ભારે ચહલપહલ જોવા મળી હતી.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:12 PM IST)