<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

જામજોધપુરના વાલાસણ શાળામાં ટી.બી રોગ અંગે સેમિનાર

જામજોધપુરઃ  તાલુકા પ્રા. આરોગ્‍ય કેન્‍દ્ર ધ્રાફા ના વાલાસણ ખાતે પ્રાઈમરી શાળા ના વિદ્યાર્થીઓને ટી.બી મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત ટી.બી રોગ અંગે વિગતવાર માર્ગદર્શન તથા ટોબેકો (તંબાકુ થી થતા રોગો અને નુકશાન) અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું.જામનગર જિલ્લા વિકાસ અધિકારી ડો.નિશા મેડમ, ઇન્‍ચાર્જ મુખ્‍ય જીલ્લા આરોગ્‍ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી ડો.પંકજકુમાર સિંદ્ય  જીલ્લા ક્ષય મેડિકલ ઓફિસર ડો.ધીરેન પીઠડીયા સાહેબ તથા જામજોધપુર તાલુકા હેલ્‍થ ઓફિસર   ડો.જોશનાબેન કરંગીયા ના સિદધા માર્ગદર્શન હેઠળ તાલુકા ટી.બી સુપરવાઈઝર પ્રવિણભાઇ ચાવડા દ્વારા શાળા ના વિદ્યાર્થીઓને સ્‍વછતા, પાણી જન્‍ય રોગ, મચ્‍છર જન્‍ય રોગ તથા વધારે માં જોખમી ટી.બી રોગ ના તમામ લક્ષણો,દવા તથા રીપોર્ટ વગેરે તમામ માહિતી આપવામાં આવી હતી.MPHW  કલ્‍પેશભાઈ વાદ્ય CHO ધર્મિષ્ઠાબેન ચૌહાણ FHS રાણી બેન ડાંગર,મીતાબેન રાવલીયા,આયુષ મેડિકલ ઓફિસર કાજલબેન કાચા શાળા ના આચાર્ય શ્ર  અતુલભાઈ બુમતરીયા,તથા શિક્ષક સ્‍ટાફ પંડ્‍યા ભાવેશભાઈ,વારસંકીયા અજય,જાડેજા કાજલબા,હડીયલ બિન્‍દુબેન,ભિમાણી તૃપ્‍તિ બેન તાલુકા હેલ્‍થ સુપરવાઈઝર નાથાભાઈ ગરસર, તાલુકા હેલ્‍થ વિઝીટર THV હિરલબેન ભુવા હાજર રહ્યા હતા. તાલુકા ટી.બી સુપરવાઈઝર પ્રવિણભાઇ ચાવડા  દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.તથા RBSK ટીમ દ્વારા શાળા ના તમામ બાળકોનુ હેલ્‍થ સ્‍ક્રિનિંગ ચેકઅપ કરવામા આવ્‍યું અને તમામ બાળકોનુ HB ચેક કરવા મા આવ્‍યું હતું.(તસ્‍વીર- અહેવાઃ ઝાલા વ્‍યાસ-જામજોધપુર)

 

 

(11:28 AM IST)