તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
શિહોર પાસેથી પરિણીતાનું અપહરણ
દર્શન ચાડ સાથે મૈત્રી કરાર બાદ ઘરે પરત આવી ગયા બાદ ઝાંઝમેર યુવક સાથે લગ્ન કરી લીધા'તા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામ પાસે પેટ્રોલપંપ નજીકથી બુલેટ અને કારમાં આવેલા ત્રણ શખ્સોએ મજૂરી કામ પરથી પરત ફરી રહેલા પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની યુવતીએ છ માસ પૂર્વે સખવદરના દર્શન ભાયાભાઈ ચાડ સાથે મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં યુવતી પિતાના ઘરે પરત ફરી હતી. દર્શને હાઈકોર્ટમાં અરજી કરતાં યુવતીએ તેની સાથે ન રહેવાનું જણાવી ચાર-પાંચ માસ પૂર્વે ઝાંઝમેરના યુવક સાથે લગ્ન કરી લીધા હતા.સાંજે મજૂરી કામ કરી માતા-પિતા સાથે પરત જતી વેળાએ આંબલા પાસે દર્શન અને તેના બે સાગરીતોએ બાઈક રોકાવી હતી. તેઓએ માતા-પિતાને લાકડીઓ વડે માર મારી, યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી સણોસરા તરફ ભાગી છૂટયા હતા. યુવતીએ પિતાને વીડિયો પણ મોકલ્યો હતો, પરંતુ હજુ સુધી તેનો પતો લાગ્યો નથી.
આ અંગે યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે સોનગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોનગઢ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
