તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
મોરબીમાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે બ્રેથવર્ક, ધ્યાન અને મેનિફેસ્ટેશન શિબિર
૨૮મી જુલાઈથી ૧લી ઓગસ્ટ સુધી ઓશો કેશર ફાર્મ ખાતે પાંચ દિવસીય આંતરિક શાંતિ યાત્રા

મોરબીઃ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઓશો કેશર ફાર્મ દ્વારા બ્રેથવર્ક, મેડિટેશન અને મેનિફેસ્ટેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨૮મી જુલાઈથી ૧લી ઓગસ્ટ, ૨૦૨૬ સુધી યોજાશે. શિબિરનું સંચાલન ફેસિલિટેટર મા અગ્નિ સાક્ષી દ્વારા કરવામાં આવશે.
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મોરબી, ગુજરાત ખાતે ઓશો કેશર ફાર્મ દ્વારા ‘‘બ્રેથવર્ક વિથ મેડિટેશન એન્ડ મેનિફેસ્ટેશન'' નામની વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો હેતુ આંતરિક શાંતિ, જાગૃતિ અને સમૃદ્ધિ તરફની આધ્યાત્મિક યાત્રા કરાવવાનો છે.
આ કાર્યક્રમ ૨૮મી જુલાઈથી ૧લી ઓગસ્ટ, ૨૦૨૬ સુધી યોજાશે. શિબિર માટે અલગ અલગ રહેવાની વ્યવસ્થા મુજબ કોન્ટ્રિબ્યુશન નક્કી કરવામાં આવેલ છે. ચાર શેરિગ નોન એસી રૂમ માટે રૂપિયા ૪૦૦૦, ત્રણ શેરિગ નોન એસી રૂમ માટે રૂપિયા ૪૫૦૦, ત્રણ શેરિગ એસી રૂમ માટે રૂપિયા ૫૫૦૦ અને બે શેરિગ એસી રૂમ માટે રૂપિયા ૬૫૦૦ પ્રતિ વ્યક્તિ કોન્ટ્રિબ્યુશન રાખવામાં આવેલ છે.
આપેલી માહિતી મુજબ મરૂન અને વ્હાઈટ રોબ ફરજિયાત રાખવામાં આવ્યા છે. ધ્યાન માટે રૂપિયા ૧૦૦૦ વધારાનો ચાર્જ છે. બુકિંગ માટે સ્વામી રમેશભાઈનો સંપર્ક નંબર ૯૮૭૯૦૧૦૭૬૯ આપવામાં આવ્યો છે. કાર્યક્રમના ફેસિલિટેટર તરીકે મા અગ્નિ સાક્ષી છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
