News of Sunday, 27th September 2026
સોમવારે જામનગરમાં GSTની નોટિસ અને જટિલ કાયદાના વિરોધમાં બ્રાસ ઉદ્યોગો બંધ પાળશે
ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ચેમ્બર અને પ્લોટ હોલ્ડર્સ દ્વારા બંધનું આહ્વાન:શંકરટેકરી, ફેઝ-2, ફેઝ-3 સહિતના વિસ્તારોમાં 4,500થી વધુ બ્રાસ એકમો બંધમાં જોડાશે.

જામનગરમાં GSTની નોટિસ અને જટિલ કાયદાના વિરોધમાં બ્રાસ ઉદ્યોગો આવતીકાલે બંધ રહેશે. ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ચેમ્બર અને પ્લોટ હોલ્ડર્સ દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. શહેરના શંકરટેકરી, ફેઝ-2, ફેઝ-3 સહિતના વિસ્તારોમાં 4,500થી વધુ બ્રાસ એકમો બંધમાં જોડાશે.
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ GST સંબંધિત નોટિસો અને જટિલ કાયદાઓને કારણે વેપારીઓમાં રોષ છે. આવતીકાલે સવારે ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ખાતેથી મૌન બાઈક રેલી યોજાશે. ત્યારબાદ ઉદ્યોગકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને GSTના નિયમોમાં સુધારા કરવાની રજૂઆત કરાશે. બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
