<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

બ્રહ્માકુમારીઝ અમરેલી દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિત્તે વોક ફોર પીસ એન્‍ડ યોગા

અમરેલી :  બ્રહ્માકુમારીઝ સંસ્‍થા અમરેલી ખાતે ૨૧મી જુન આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિતે સમગ્ર ગુજરાતમા એક સાથે તમામ કેન્‍દ્રોમાં ૧૪ જુન ના રોજ એક સાથે ગુજરાતના તમામ સેન્‍ટરોમા વોક ફોર પીસ એન્‍ડ યોગા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમા ૧૦૦ શ્વેત વષાધારી ભાઈ બહેનોને યોગના જિલ્લા કો ઓર્ડિનેટર યોગ બોર્ડના સાગરભાઈ મહેતાએ લીલીઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવતા પોતાના સંદેશમાં જણાવેલ કે યોગને જીવનની અમૂલ્‍ય સંપતિ ગણી સમાજમાં યોગ અને ધ્‍યાનના વ્‍યાપક પ્રસારણ માટે પ્રેરણા આપેલ. આ રેલી ગાંધીબાગ થી ફોરવર્ડ સર્કલ નાગનાથ રાજકમલ ચોક થી પરત ગાંધીબાગ આવેલ જયા અમરેલી સેવા કેન્‍દ્રના મુખ્‍ય સંચાલિકા ગીતાદીદી શાંતિ યાત્રાનું નેતળત્‍વ કરતા જણાવેલ કે યોગ માત્ર શરીરની કસરત નથી. પરંતુ મન બુધ્‍ધિ અને આત્‍માને પરમાત્‍મા સાથે જોડીને જીવનમાં શાંતિ, સુખ અને શકિત નો અનુભવ કરાવતું એક દિવ્‍ય સાધન છે. આજના તણાવભર્યા સમયમાં રાજયોગ ધ્‍યાન ધ્‍વારા વ્‍યકિત આંતરિક શાંતિ અને સકારાત્‍મકતા પ્રાપ્ત કરી શકે છે. તમામ ભાઈ બહેનોએ વિશ્વશાંતિ, માનવકલ્‍યાણ અને નશામુક્‍ત તણાવમુક્‍ત સમાજના નિર્માણ માટે શુભ સંકલ્‍પો કર્યા હતા. તેમ ફિલ્‍ડ રીપોટર બ્ર.કુ. આઈ.પી.બારડની યાદી જણાવે છે. (તસ્‍વીર : અરવિંદભાઈ નિર્મળ અમરેલી) 

(1:27 PM IST)