તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
બોટાદમાં કોમી એકતા ગૌરક્ષકની આગેવાનીમાં હિન્દુ-મુસ્લિમ ધર્મગુરુઓએ ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા આવેદનપત્ર
સંતો-મહંતો, મૌલાના સોકતઅલ્લી, જાનકીદાસબાપુ, ભરતગીરીબાપુ સહિત બંને સમાજના આગેવાનોની ઉપસ્થિતિઃ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી માંગ પહોંચાડી યોગ્ય નિર્ણય લેવા રજૂઆત

બોટાદ, તા.૮: બોટાદ શહેરે આજે કોમી એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ બંને સમાજના ધર્મગુરુઓ અને આગેવાનોએ એકમંચ પર આવી ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ પ્રસંગે ઈસ્લામિક ધર્મના પ્રમુખ મૌલાના સોકતઅલ્લી, શનિદેવ મંદિરના મહંત શ્રી જાનકીદાસબાપુ, ભીડભંજન આશ્રમના મહંત શ્રી ભરતગીરીબાપુ તથા માતાજી તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.
ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા આપવામાં આવેલી યાદીમાં જણાવાયું છે કે ગૌરક્ષકોની આ માંગનું પ્રાર્થનાપત્ર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે અને અમારી યોગ્ય માંગ પૂરી કરવામાં આવે.
આ આવેદનપત્રમાં ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. બંને સમાજના ધર્મગુરુઓ એકસાથે આવી માંગ કરતા બોટાદમાં કોમી સદ્ભાવનું વાતાવરણ સર્જાયું હતું.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
