<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

જામનગરમાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરાશે.

સતત ત્રીજા વર્ષે બાળકો માટે રાહતદરે કુલ સ્કેપ ચોપડા વિતરણ બે દિવસ બપોરે ૪ થી રાત્રે ૮-૩૦ કલાક સુધી શ્રી કામેશ્વર મહાદેવ મંદિર, આરામ કોલોની, મહેર સમાજની સામેથી કરાશે

જામનગર : આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ નિલકમલ ચોકડી - જામનગર દ્રારા સામાજીક તથા સેવાકીય પ્રવૃત્તિઓ ભાગ રૂપે સતત ત્રીજા વર્ષે બાળકો માટે રાહતદરે કુલ સ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
     ચોપડા વિતરણ તા. ૩૧-૫-૨૦૨૫ અને તા. ૧-૬-૨૦૨૬ એમ બે દિવસ  બપોરે ૪ થી રાત્રે ૮-૩૦ કલાક સુધી શ્રી કામેશ્વર મહાદેવ મંદિર, આરામ કોલોની, મહેર સમાજની સામે, જામનગરથી કરવામાં આવશે. આ ચોપડા વિતરણનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ  પ્રવિણસિંહ ચુડાસમા દ્રારા અનુરોધ કરવામાં આવ્યો  છે.

(8:29 PM IST)